અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મંગળવારે કાળઝાળ ગરમી બાદ વરસાદ વરસ્યો હતો. વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.