ચોમાસા માટે આપણે કેટલા તૈયાર ?

2022-06-07 381

ચોમાસુ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં તો ચોમાસા પહેલા મેઘો મહેરબાન થયો છે. તેમજ દક્ષીણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.તેવામાં પ્રિ-મોનસુનની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

નિયમ પ્રમાણે 15 જૂન સુધી તમામ પ્રિ-મોનસુન કામ સમાપ્ત થઈ જવા જોઈએ. પરંતુ ગુજરાતના અનેક મહાનગરમાં હજુ પણ કામ અધુરા જોવા મળી રહ્યા છે. ઠેરઠેર ખાડાના કારણે નગરજનો પરેશાન જોવા મળી રહ્યા છે. અને જો કામ અધુરૂ રહી જાય અને વરસાદના પાણીમાં લોકોને વેઠવાનો વારો આવે તો તેના જવાબદાર કોણ આજે એ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશુ બિન્દાસ બોલમાં કે શું આપણે ચોમાસા માટે તૈયાર છે.

Videos similaires