ગામમાં રાત્રે 10 કલાકે સિંહ આવતા લોકોમાં ભય ફેલાયો

2022-06-07 968

ગીર સોમનાથમાં ગીર ગઢડાના વડવીયાળામાં સિંહ ગામમાં ઘુસી આવતા લોકોના ટોળાં ભેગા થયા હતા. જેમાં રાત્રીના દસેક વાગ્યાની આ ઘટના છે. તેમાં લોકો દ્વારા સિંહને ખદેડવા

હોકારો કરવામાં આવ્યો હતો. તથા અમુક લોકો દ્વારા સિંહ પર લાકડી વડે માર મારતા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ સિંહની પજવણી થતાં અંતે સિંહ નાસી ગયો હતો. અને વન

વિભાગને ઘટનાની જાણ થતાં ટીમ વડવીયાળા ગામે પહોંચી હતી. તેમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.