બોટાદ જિલ્લામાંથી પસાર થતી બ્રાંચ કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે....ઉલ્લેખનીય છે કે જિલ્લામાંથી બોટાદ બ્રાંચ કેનાલ, લીંબડી બ્રાંચ કેનાલ અને વલ્લભીપુર બ્રાંચ કેનાલ પસાર થાય છે...ત્યારે આ કેનાલમાં નર્મદાનું પાણી છોડાય તેવી માંગ કરાઇ છે...જેને પગલે ધંધુકા કોંગ્રેસના MLA રાજેશ ગોહિલ, કોગ્રેસના આગેવાનો અને ખેડૂતો દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે....સાથે જ 'પાણી આપો પાણી આપો'ના સુત્રોચ્ચાર કર્યા.