રસ્તાના અભાવે સગર્ભા મહિલા દુખાવા સાથે દોઢ કિ.મી ચાલી

2022-06-05 1

અરવલ્લીના મોડાસાના અણદાપૂર ગામનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં સગર્ભા મહિલા દુખાવા સાથે દોઢ કિમી ચાલતી જોવા મળી રહી છે.આ સગર્ભા મહિલા એટલા માટે દુખાવા સાથે ચાલી રહી છે કારણ કે તેના ગામમાં એમ્યુલન્સ આવી શકે તેવો કોઈ રસ્તો જ નથી.જેના કારણે તેને લેવા આવેલી એમ્બ્યુલન્સ દુરના રોડ પર ઉભી રહી હતી.કારણ કે ગામમાં જવાનો રસ્તો ના હોવાથી ડ્રાઈવરને એમ્બ્યુલન્સ ગામથી થોડે દુર ઉભી રાખવી પડી હતી.

Videos similaires