પંચમહાલના જોરાપુરા ગ્રામપંચાતમાં નવા સરપંચ ચૂંટાયા બાદ જૂના સરપંચ અને નવા સરપંચ વચ્ચેના આંતરિક ખટરાગને કારણે ગામનો વિકાસ રૂંધાયો છે....નવા સરપંચ દ્વારા ગામના વિકાસ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ બાબતે નિષ્પક્ષ તપાસ થાય તેવી માગ પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ છેલ્લાં 6 મહિનાથી તલાટી પણ પંચાયત કચેરીમાં સમયસર આવતા ન હોવાનો ગામલોકો આક્ષેપ કરી રહ્યાં છે...