1000 કરતા વધુ જગ્યા માટે પ્રિલિમરી પરીક્ષા

2022-06-05 24

રાજ્યમાં આજે યુપીએસસી સિવીલ સર્વિસ પ્રિલીમીનરી પરીક્ષા યોજાઇ છે. બે તબક્કામાં UPSCની પ્રિલિમરી પરીક્ષા છે. સવારના 9.30 થી 11.30 પહેલું પેપર અને અઢીથી સાડાપાંચ દરમિયાન બીજુ પેપર આ રીતે આયોજન કરાયું છે. તો પરીક્ષામાં ઈલેક્ટ્રોનિક ડિવાઈઝ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. કાળી પેનથી જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે એવું સૂચન કરાયું છે તો વળી પરીક્ષા દરમિયાન ગેરરીતિ અને કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે દરેક કેન્દ્રો પર એક-એક ઇન્સ્પેક્ટીંગ ઓફીસર અને આસિસ્ટન્ટ સુપરવાઇઝર તૈનાત કરાયેલા છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં બ્લોક દીઠ એક-એક ઇન્વિલીલેટર વિશેષ ફરજ સોંપવામાં આવી છે. મહત્વનું છે કે 1000 કરતા વધુ જગ્યા માટે પ્રિલિમરી પરીક્ષા યોજાય છે.

Free Traffic Exchange

Videos similaires