વિદ્યાના દેવી મા સરસ્વતીની કરીએ આરાધના

2022-06-03 195

આજે છે જેઠ સુદ ચોથ અને શુક્રવાર...આજની આ યાત્રામાં સૌ પ્રથમ આપણે કરીશુ મા સરસ્વતીની આરતીવંદના , સાથે જ દિલ્હીમાં સ્થિત મા કાળકાનાં ધામનાં કરીશુ દર્શન...તો ભજનકિર્તનનાં સથવારે મેળવીશુ મા ભગવતીનાં આશીર્વાદ ...અને ખાસ વાતમાં વેપારમાં વૃદ્ધિ માટે કેવી રીતે કરવી કુબેરભંડારીની ઉપાસના તે અંગેનું માર્ગદર્શન આપશે શાસ્ત્રીજી મહારાજ, તો આવો ત્યારે પ્રભુનાં આશીષ પ્રાપ્ત કરવા આરંભ કરીએ આજની કલ્યાણકારી યાત્રાનો...
જેને ત્રિદેવીમાં સ્થાન મળ્યુ છે એવા મા સરસ્વતીની આરાધના સાથે આજે આ યાત્રાનો કરીશુ આરંભ.. વિદ્યા, સંગીતનાં અધિષ્ઠાત્રાં દેવી છે મા સરસ્વતી. સરસ્વતી માતા વાણીનાં પણ દેવી છે..તો આવો જીવનમાં જેનાં આશીર્વાદ મનુષ્ય માટે ખુબ જ આવશ્યક છે તેવા મા સરસ્વતીની કરીએ આરતીવંદના...