સૈનિકો અને તેમના પરિવાર પર પૈસાનો વરસાદ થયો

2022-06-02 492

રાજકોટના ઉપલેટામાં યોજાયેલ લોક ડાયરામાં કારગીલ હીરો પરમવીર ચક્ર યોગેન્દ્રસિંહ યાદવ પર રૂપિયાનો વરસાદ થયો હતો. જેમાં ઉપલેટાના પોરબંદર રાજકોટ હાઇવે પર રમેશ જોગલની પ્રતિમાના અનાવરણ કર્મક્રમ બાદ લોક ડાયરો યોજાયો હતો. આ લોક ડાયરામાં શાહિદ વીરના પરિવારના સદસ્યો તેમજ યોગેન્દ્રસિંહ યાદવ પર લોકોએ મન મૂકીને રૂપિયાની નોટો ઉડાવી હતી. જેમાં શાહિદ વીરની મૂર્તિના અનાવરણ બાદ રાત્રે એક શામ શહિદો કે નામ ભવ્ય કસુંબલ લોક ડાયરો યોજાયો હતો. તેમાં લોકોએ સૈનિકો અને તેમના પરિવાર પર પૈસાનો વરસાદ કર્યો હતો.