જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનું મનોબળ ચરમસીમા પર છે. ગુરુવારે કુલગામમાં આતંકવાદીઓએ એક વ્યક્તિની હત્યા કરી હતી. આ વ્યક્તિની ઓળખ બેંક મેનેજર તરીકે કરવામાં આવી છે, જે મૂળ રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના અરેહ મોહનપોરામાં આવેલ સ્થાનિક દેહાતી બેંકમાં બેંક મેનેજર પર ગોળીબાર કર્યો હતો. તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઇ છે.