યશોદા નંદન કાનુડાની કરો કલ્યાણકારી આરતી

2022-06-01 4

આજે છે જેઠ સુદ બીજ અને બુધવાર...આજની યાત્રામાં આપણે વિષ્ણુનાં સૌથી શ્રેષ્ઠ અવતાર એવા કૃષ્ણ કાનુડાની કરીશુ ભક્તિ,,,જેમાં આરતી અને ભજનને સંગ બાંધીશુ પુણ્યનું ભાથુ...રાજકોટનાં કોટડાસાંગાણીમાં નિર્મિત કૃષ્ણ ધામનાં કરીશુ દર્શન અને ખાસ વાતમાં જન્મકુંડળીનાં 12 ભાવ અંગે મેળવીશુ માર્ગદર્શન..તો આવો ત્યારે મંગળકારી ફળની પ્રાપ્તિ માટે આ સફરનો કરીએ આરંભ..
ગીત સંગીત અને આરતીના માધ્યમથી દેવી દેવતાઓની આરાધનાનો અનેરો મહિમા રહેલો છે..કહેવાય છે કે જે ઇચ્છા મનોકામના આપ પ્રત્યક્ષ દર્શન વખતે દેવતાઓને નથી કહી શકતા તે મનોકામના આરતીના માધ્યમથી આપ તેમને જણાવી શકો છો..આવો ત્યારે તમારી એ જ મનોકામના સાથે આપણે કરીએ શ્રી કૃષ્ણ કાનુડાની કલ્યાણકારી આરતી