સુરતમાં પ્રથમવાર યોજનાઓ માટે મુકાયું ATD મશીન

2022-05-31 60

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ લોકોને સરળતાંથી મળે તે હેતું થી સુરતમાં ATD અર્થાત્ એની ટાઈમ ડોક્યુમેન્ટ મશીન મુકાયું છે. લોકોને મામલતદાર કે પછી કલેક્ટર કચેરીના હવે ધક્કા નહીં ખાવા પડે... આ મશીનમાં તમારા આધાર કાર્ડ મુજબ અન્ય તમામ ડોક્યુમેન્ટ તમને કોઈ પણ સમયે મળશે. સરકારની 132 કરતાં વધુ સેવાઓમાં માત્ર મોબાઈલ નંબર નાખતાં જ મશીન આપને ડોક્યુમેન્ટ આપશે. હાલમાં રોજના 200થી વધુ લોકો આ એની ટાઈમ ડોક્યુમેન્ટ મશીનનો લાભ લે છે..