સુરતમાં બ્રિજની પાળી પર રમાય છે રોજ 'મોતનો ખેલ'

2022-05-31 6,722

સુરતમાં બ્રિજની પાળી પર બેસવાનો જોખમી ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં મિત્રો અને પરિવાર સાથે લોકો રોજ જાણે બ્રિજની પાળી પર મોતના ખેલ રમી રહ્યાં છે. તેમાં રોજ રાત પડે અને

બ્રિજની પાળી પર બેસી 'ખેલ ખપાટા' જોવા મળે છે. પાલ ઉમરા બ્રિજની પાળી પર બેસતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોજ મસ્તીમાં લોકો અમુકવાર એવી

ભૂલ કરી બેસે છે કે તે ભૂલ તેમના જીવનની છેલ્લી ભૂલ બની શકે છે. તંત્ર પણ લાગે છે કોઈ દુર્ઘટનાની રાહે બેઠું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતી હોવાની પર બુમ પડી રહી

છે.

Videos similaires