જામનગર શહેરના 22 થી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું... જામનગરમાં સાધના કોલોની પાસે આવેલ પમ્પ હાઉસ ખાતે નવો સંપ બનવા જઈ રહ્યો છે... જેને કારણે મુખ્ય પાઇપ લાઈનમાં લીકેજ હોવાથી તેનું સમારકામ ચાલી રહ્યું છે... જેને લઈ શહેરના 22 વિસ્તારોમાં પાણી કાપ મૂકાયો... અમુક વિસ્તારોમાં લોકોને નિયમિત પાણી મળતું નથી. અને વહીવટી તંત્ર દ્વારા એકાએક પાણી અંગેનો કાપ મુકાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.. તો શહેરભરમાં પાણી કાપને કારણે લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો