કરો રાજસ્થાનના મેંહદીપુરમાં સ્થિત બાલાજી હનુમાનના દર્શન

2022-05-28 93

અંજની સુત, રામ ભક્ત. કહેવાય છે કે દેવ હનુમાન સૌ ભક્તોના કષ્ટ હરનારા છે..તેથી જ તો ભક્તિ સંદેશની આજની આ યાત્રામાં આપણે દર્શન કરીશું દેવ હનુમાનના એક એવા ધામના કે જ્યા આવનાર અને દેવ હનુમાનના દર્શન કરનાર તમામ ભક્તોના કષ્ટો હરી લે છે પવનપુત્ર. આવો ત્યારે રાજસ્થાનના મેંહદીપુરમાં સ્થિત બાલાજી હનુમાનના દર્શન કરી જાણીએ આ મંદિરનો મહિમા.

આજના સમયમાં મનુષ્યના જીવનમાં અનેક સમસ્યાઓ છે જેના કારણે તેનુ મન નકારાત્મક વિચારોથી ભરાઈ જાય છે પરંતુ કહેવાય છે ને કે પ્રભુ સ્મરણ અને તેનું ભજન કિર્તન આપના જીવનમાં સકારાત્મકતા બક્ષે છે તો આવો શનિદેવનાં એક ભજન દ્વારા મનને પીડામુક્ત બનાવીએ.