10 ગ્રામ પંચાયતે 30 ગામડામાં દારૂબંધી માટે વિરોધ કર્યો

2022-05-27 31

છોટાઉદેપુરના નસવાડી તાલુકાની 10 ગ્રામ પંચાયતે 30 ગામડામાં દારૂબંધી માટે વિરોધ કર્યો.. તથા નસવાડીના મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું. નસવાડીના સિંધીકુવા, ચામેઠા, ધામસીયા, જેમલગઢ, પાલા, સાકળ, ખાપરિયા, હરિપુરા વિસ્તારમાં 30 ગામડામાં દારૂના અડ્ડાઓ ધમધમે છે. જેને કારણે નસવાડીના 30 જેટલા ગામોમાં દારૂની ભયાનક બદીઓ ઘર કરી ગઈ છે ત્યારે તાલુકાની 10 ગ્રામ પંચાયતના સરપંચોએ તેમના લેટરપેડ પર ઠરાવ કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે.