અમદાવાદના ન્યુક્લોથ માર્કેટમાંથી 47 લાખ રૂપિયાની ઉઠાંતરી કરનાર આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયો... ક્રાઈમ બ્રાન્ચે 47 લાખ રૂપિયાની ઉઠાંતરી કરાર મનીષ શર્માની વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક CTM પાસેથી દબોચી લીધો છે... મનીષ શર્મા પાસેથી સરસામાન સહીત 38 લાખ રોકડ, લેપટોપ, મોબાઈલ ફોન અને બ્રાન્ડેડ પર્ફ્યુમ સહિત ચાંદીના 20 જેટલા બિસ્કીટ પણ મળી આવ્યા છે... મનીષ શર્મા મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં જ અલગ-અલગ જગ્યાએ કાપડનો માલ આપી કંપની ની રોકડ રકમ લેવડદેવડ માટે કેશિયર તરીકેનું કામ કરતો... પરંતુ મોજશોખના કારણે રોજબરોજ આવતી રોકડ પર મનીષની કાળી નજરે કંપનીના 47 લાખની ઉઠાંતરી કરી નાંખી...