ઘાટલોડિયામાં બે પ્રેમીઓના પ્રેમનો દુશ્મન ખુદ તેમનો જ પરિવાર બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આમ તો ભારતના બંધારણ મુજબ, દેશનો કોઈપણ વ્યક્તિ પુખ્ત વયનો થાય, ત્યારે તે પોતાના જીવનના નિર્ણય જાતે લઇ શકે છે. જો કે શહેરના એક પ્રેમી યુગલે જિંદગી જીવવા મૈત્રી કરાર કરતા તેમનો પરિવાર જ દુશ્મન બન્યો હતો અને 20 થી 25 લોકોના ટોળાએ યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. આખરે આ યુગલે પોલીસની મદદ માંગી છે.