અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં 6 વર્ષના બાળકના અપહરણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સોસાયટીમાં રહેતા શખ્સે જ બાળકનું અપહરણ કર્યું હતું અને પછી તેને અવાવરૂ જગ્યાએ છોડી મૂક્યો હતો. હાલ તો પોલીસે અપહરણ કરનાર શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.