કપડવંજ રેલવે સ્ટેશન પાસે રો-મટીરીયલની કામગીરીને કારણે પ્રદૂષણ

2022-05-26 132

ખેડાના કપડવંજ રેલવે સ્ટેશન પાસે રો-મટીરીયલની કામગીરીને કારણે પ્રદૂષણ ફેલાવાની સમસ્યા સર્જાઈ છે....કપડવંજ રેલવે સ્ટેશન પાસે રો-મટીરીયલની કામગીરી ચાલે છે....જેમાં સિમેન્ટનો કાચો માલ ઝેરી કલિંઝર હવામાં ભળવાથી પ્રદૂષણ ફેલાઈ છે....જેના કારણે આસપાસ વસતા અનેક લોકોને સ્વાસ્થ્યનો ખતરો ઉભો થયો છે....અને વાળ, ચામડી, ફેફસાને લગતા રોગો થવાનો લોકોને ભય સતાવી રહ્યો છે....ત્યારે આ મામલે સ્થાનિકો દ્વારા કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આ યુનિટને અન્ય સ્થળે ખસેડવા માગ કરી છે....