વરસાદની સિઝન નજીક આવવા છતાં માર્કેટમાં કેરીનો માહોલ હજી જામ્યો નથી. સુરત એપીએમસીમાં ગત વર્ષે દરરોજ 50 ટન કેરી આવતી હતી. પરંતુ વરસાદ અને ખરાબ હવામાનને કારણે આ વર્ષે દરરોજ માત્ર 25 ટન કેરી જ એપીએમસમાં આવી રહી છે. સુરતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કેરી આવતી હોય છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે આંબા પડી ગયા હતાં. જેના કારણે સૌરાષ્ટ્રમાંથી પણ સુરતમાં ગત વર્ષની સરખામણીએ માંડ 30થી 40 ટકા કેરી જ આવી રહી છે.જેમાં હાફુસ,કેસર,લંગડો અને રાજાપુરી સહિતની કેરીની ખરીદી પર અસર પડી છે. એટલું જ નહીં છેલ્લાં 4 દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેની અસરથી નાની કેરીઓ આંબા પરથી ખરી ગઈ છે.