છોટાઉદેપુરના નસવાડીમાં નર્મદા યોજનાથી અસર પામતા અસરગ્રસ્તોનું સંમેલન યોજાયું. નર્મદાથી વિસ્થાપીત થયેલા સ્થળોના પ્રશ્નોના હલ માટે 19 ગામના અસરગ્રસ્તો નસવાડી ખાતે ભેગા થયા હતા. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ,ગુજરાત આમ ત્રણ રાજ્યના 19 ગામોના અસરગ્રસ્તોના પ્રશ્નને લઈ આ સંમેલન યોજાયું. સંમેલનમાં 10 મુદ્દાની વાત કરવામાં આવી તો તેમની માંગ વહેલી તકે સંતોષાય તેવી રજૂઆત કરવામાં આવી.