પાણીની અછતને લઈને ડેમ અને તળાવ પાણીથી ભરવાની માંગ ઉગ્ર બની છે

2022-05-26 33

બનાસકાંઠામાં ખેડૂતોના જળ આંદોલનને અનોખુ સમર્થન મળ્યું છે. જળ આંદોલન માટે ખેડૂતે પોતાના ઘરના પ્રસંગ બંધ રાખ્યાં છે અને જળ આંદોલનને સફળ બનાવવા હાંકલ કરી છે. પાણીની અછતને લઈને ડેમ અને તળાવ પાણીથી ભરવાની માંગ ઉગ્ર બની છે. આ જળ આંદોલનને ટેકો જાહેર કરી પાલનપુર માર્કેટયાર્ડ પણ મેદાનમાં ઉતર્યું છે....મહત્વનું છે કે પાણી અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નનો નિવેડો ન આવતા ખેડૂતો આકરા પાણીએ થયા છે અને જળ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે.