મોબાઈલ ગેમની લત લાલબત્તી સમાન, મોબાઈલ ગેમે એક સગીરનો જીવ લીધો

2022-05-26 1

મોબાઈલ ગેમની લત લાલબત્તી સમાન બની છે.. ખેડામાં મોબાઈલ ગેમે એક સગીરનો જીવ લીધો છે… આજના નવ યુવાનોમાં મોબાઈલ ગેમ એક લત સમાન બન્યું છે.. અને આ લત તેમને હત્યા કરવા પણ પ્રેરી શકે છે... ત્યારે ખેડામાં હત્યાની સનસનાટી ભરી ઘટના સામે આવી છે.. ખેડાના ગોબલજ ગામે મોબાઇલમાં ગેમ રમવા બાબતે એક પીતરાઈ ભાઈએજ પિતરાઈ ભાઈની હત્યા કરી... પિતરાઇ ભાઇએ મોબાઇલ આપવાની ના પાડતા બીજા ભાઈએ ઉશ્કેરાઈને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી દીધી... ત્યારબાદ પિતરાઇ ભાઇના તારથી હાથ-પગ બાંધી કુવામાં નાખી દેતા મૃત્યુ નિપજ્યું, બાદમાં મોડે સુધી પુત્રની ભાળ ન મળતા પરિવારે ખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી.. તો પોલીસ તપાસમાં જ હત્યાનો ભાંડો ફુટ્યો હતો...