તાલાલા ગીર પંથકમાં સૌથી વધુ કેસર કેરીનું વાવેતર થાય છે.... પરંતુ છેલ્લા પાંચેક વર્ષોથી કેસર કેરીનો પાક સતત ઘટી રહ્યો છે... ત્યારે કેસર કેરીના પાકને પાક વીમામાં સમાવવા સહિતની માંગો ખેડૂત દ્વારા કરવામાં આવી છે...આ માગ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કરી રહ્યાં છે..પરંતુ તેઓની માગ ના સંતોષાતા હવે તેઓએ આજેના તાલાલા સહિત ગીર પંથક સ્વયંભૂ સજજડ બંધ પાળી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.....મહત્વનું છે કે ગત વર્ષે તાઊતે વાવાઝોડા અને આ વર્ષે પ્રતિકુળ વાતાવરણનાં કારણે કેસર કેરીનો પાક માત્ર ૨૦ ટકા જ થયો છે....જેને લઇને ખેડૂતોને આર્થિક ફટકો ભોગવવાનો વારો આવ્યો છે...