અમેરિકામાં વધતુ ગન કલ્ચર, અંધાધૂંધ ફાયરિંગમાં નિર્દોષ લોકોના મોત

2022-05-25 84

અમેરિકાના ટેક્સાસમાં 18 વર્ષના યુવકે સ્કૂલમાં કરેલા અંધાધૂધ ગોળીબારમાં 21 લોકો મોતને ભેટ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, છેલ્લા 5 વર્ષમાં અમેરિકી શાળામાં થયેલો આ સૌથી ઘાતક હુમલો છે. વીતેલા 5 વર્ષમાં અમેરિકી શાળાઓમાં અંધાધૂધ ગોળીબારની 100થી વધુ ઘટના સામે આવી ચૂકી છે. અમેરિકી શાળાઓમાં થતાં રહેતા ગોળીબારના કાળા ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો વીતેલા 23 વર્ષમાં 9 હુમલાખોરોએ 151 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અમેરિકામાં આ વર્ષે જ સામૂહિક ગોળીબારની 200થી વધુ ઘટના સામે આવી ચૂકી છે. આ બધું થવા પાછળ અમેરિકામાં લોકોના હાથમાં રહેલા હથિયારોની સંખ્યા જવાબદાર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

Videos similaires