સુરતની પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વેસ્ટેજ કચરાના ગોડાઉનમાં આગ લાગી છે. 4 કિલોમીટર સુધી આગના ગોટા દેખાયા છે. કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. 5થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે.