ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આશરે 20 હજાર પેજ સમિતિના સભ્યો તેમજ કાર્યકરોને સંબોધ્યા છે. અને PMની વિકાસગાથાની પ્રશંસા કરી છે. આ પ્રસંગે ડભોઈ સહિત વડોદરા જિલ્લામાંથી પેજ સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં છે. તો ડભોઈમાં કાર્યકરો દ્વારા પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.