Vadodara માં મારામારીના પગલે મેયરે રાત્રી બજારની વિઝિટ કરી

2022-05-25 74

વડોદરામાં રાત્રી બજારમાં બે દિવસ પહેલા થયેલી મારામારીના પગલે મેયરે રાત્રી બજારની વિઝિટ કરી છે. પાલિકાની દબાણ શાખાની ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મેયર કેયુર રોકડીયા રાત્રી બજાર પહોંચ્યા હતાં. જ્યાં દબાણ શાખાની ટીમે ગેરકાયદે કાઉન્ટરો જપ્ત કર્યા છે. તેમજ રાત્રી બજારની દુકાનોના ગેરકાયદે આગળ ખેંચેલા શેડ ઉતારી લેવા સૂચના આપી છે. સાથે જ ગ્રાહકો માટે મુકવામાં આવતા ટેબલ-ખુરશી ઓછા કરવા સૂચના આપી છે.