કૃષ્ણની આરતી કરી ભક્તિમાં થઇ જાઓ લીન

2022-05-25 2

આજે એ જ કૃષ્ણ કાનુડાની કરવી છે ઉપાસના...જેમાં આરતી અને ભજનનેં સંગ કરીશુ ધન્યતાની પ્રાપ્તિ...ઉપરાંત સોમનાથની પવિત્ર ભૂમિ પર સ્થાપિત ગીતા મંદિરનાં કરીશુ દર્શન કે જ્યાંનાં પિલ્લરો પર કંડારાયેલા જોવા મળે છે ભાગવતનાં શ્લોક અને ખાસ વાતમાં જાણીશુ કે શા માટે યજ્ઞમાં કરવામાં આવે છે ઉચ્ચ સ્વરે મંત્રજાપ...તો આવો ત્યારે ઈશ્વરની ઉપાસનામાં લીન થવા આ યાત્રાનો કરીએ આરંભ.
ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે ગીત અને સંગીત ...એટલે જ તો તેઓ હંમેશા પોતાના હાથમાં વાંસળી ધારણ કરતા હતા.. કહેવાય છે કે કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે ગોકુળના તમામ વૃક્ષો, નદીઓના નીર, પશુ અને પક્ષીઓ તમામ લોકો ભાન ભૂલીને અને પ્રસન્ન થઈને કિલ્લોલ કરવા લાગતા...અને જયારે કૃષ્ણની આરતી ગવાય છે ત્યારે ભક્તો પણ ભાન ભૂલીને ભક્તિમાં લીન બની જાય છે ..ત્યારે આવો આપણે હવે કરીએ કૃષ્ણની આરતીનાં દર્શન..