કોંગ્રેસના OBC સંમેલનમાં ભારતસિંહ સોલંકીના નિવેદનથી રાજકારણ ગરમાયું

2022-05-24 600

કોંગ્રેસના OBC સંમેલનમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપને આડેહાથ લેતા કહ્યું હતું કે, ભાજપે કાયમ OBC સમાજ સાથે અન્યાય કર્યો છે અને તેમને સરકારી લાભોથી વંચિત રાખ્યા છે.

આ સાથે જ ભરતસિંહે કહ્યું કે, ભાજપે રામ મંદિરના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા છે. રામના નામે ભાજપે લોકોને છેતરી નાંખ્યા છે. જો કે આખરે ભાન થતાં તેમણે કહ્યું કે, અમે રામના વિરોધી નથી. મારું નામ પણ રામાયણના પાત્ર ભરત પરથી રાખવામાં આવ્યું છે.

Videos similaires