Vadodara માં રખડતા ઢોરનો વધ્યો આતંક, 10 દિવસમાં બની 4 ઘટનાઓ

2022-05-24 61

વડોદરામાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં આવી ચાર ઘટનાઓ સામે આવી છે. જેતલપુર બ્રિજ નીચે ગાયે એક્ટિવાચાલકને અડફેટે લીધો છે. કોયલી પાસે ગાયે અડફેટે લેતા બાળકી ઈજાગ્રસ્ત થઈ છે. બાળકીને આંખના ભાગે ઇજા પહોચતા 7 ટાંકા આવ્યા છે.