વરરાજા હેલિકૉપ્ટર લઈને લગ્ન કરવા પહોંચ્યા, ગામ જોતું રહીં ગયું

2022-05-23 431

પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે લોકો કંઈક નવું જ કરવા માટે તત્પર હોય છે. એમાંય ખાસ કરીને લગ્નમાં હેલિકૉપ્ટરમાં કન્યાની વિદાય થવાના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે વરરાજા હેલિકૉપ્ટર લઈને લગ્ન કરવા પહોંચતા આખું ગામ જોતું રહી ગયું હતું.