જૂનાગઢ જિલ્લાના ગિરનારમાં રોપવે સેવા ખોરવાઈ છે. ભારે પવન ફૂંકાવવાના કારણે ગીરનાર રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. બે દિવસથી રોપવે સેવા બંધ હોવાના કારણે યાત્રીકોએ પગથિયા ચઢીને ગિરનાર જવુ પડી રહ્યું છે. જોકે પવનની ગતિ ધીમી પડતા જ રોપવે સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે.