અમદાવાદના વટવા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં રાજ્ય સરકારના શ્રમ,કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં 300 જેટલા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યાં હતા. આગામી દિવસોમાં ઉદ્યોગોને કયા પ્રકારનું માનવબળ જોઈએ છે?તે માટે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બદલાતી ટેક્નોલોજીને લઈને પણ ચર્ચા કરાઈ હતી.