ચેકડેમ ભરવા ખેડૂતોની માંગ

2022-05-18 41

અમરેલીના બાબરા તાલુકામાં સૌની યોજના અંતર્ગત ચેક ડેમ ભરવા ખેડૂતોએ માગ કરી છે. બાબરા તાલુકાના ચમારડી ગામે ઠેબી નદીના પટમાં ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોએ એકઠા થઈને ડેમ ભરવાની માગ કરી હતી. અગાઉ પણ આ અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી સૌની યોજના હેઠળ લાભ મળે તેવી માગ ખેડૂતોએ કરી હતી.