સાબરકાંઠા જિલ્લાના આર.બી.એસ.કેમાં વાહનો ભાડે ફેરવનારા વાહન માલિકોએ અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કર્યું છે. ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા તેમનું શોષણ કરાતુ હોવાનો આરોપ છે. આરોગ્ય વિભાગની આર.બી.એસ.કે યોજના હેઠળ પોતાની ઇકો ફેરવી રહેલા 40થી વધુ ઇકો ચાલકોએ આજે પોતાની ઇકો જિલ્લા પંચાયત આગળ ખડકી દીધી હતી. જિલ્લા પંચાયત પાસેથી એજન્સી વાહન ચાલકોના નામે 22 હજાર 5૦૦ રૂપિયા વસુલીને વાહન ચાલકોને માત્ર 14 હજાર 8૦૦ જેટલી નજીવી રકમ ચૂકવી રહી છે.