મર્યાદા પુરૂષોત્ત્મ શ્રી રામની કરો ઉપાસના

2022-05-18 2

ઈશ્વરની આરાધનાના માર્ગે ચાલી પ્રભુનામમાં આપણે લીન થઈએ છીએ. તો આજની સફરમાં શ્રી રામની આરતી અને ભજનને સંગ પવિત્રતાની કરીશુ પ્રાપ્તિ.... ત્યાર બાદ શ્રી રામનુ નામ લઈને દર્શન કરીશુ આણંદમાં આવેલા અયોધ્યાનાથજી મંદિરના અને ખાસ વાતમાં જાણીશુ કે પ્રભુનાં વિવિધ સ્વરુપને પૂજાની કઈ સામગ્રી છે પ્રિય..તો આવો ત્યાર આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો
આજનો માનવી સાંસારિક સમસ્યાઓમાં એવો ફસાયેલો છે કે તેને પ્રભુ દર્શન અને પ્રભુ સ્મરણનો સમય નથી..પરંતુ જો માનવીએ માનસિક શાંતિ અને પ્રભુની કૃપાની પ્રાપ્તિ કરવી હશે તો પ્રભુ સ્મરણ અતિ આવશ્યક છે ત્યારે આપને આજ માનસિક પરમ શાંતિની કૃપા અપાવવા માટે કરીએ શ્રીરામની પાવન આરતી