આસામમાં અવિરત વરસાદને કારણે, ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે સામાન્ય જીવન અસ્ત-વ્યસ્ત થયું છે. રાજ્યના લગભગ 20 જિલ્લાના 1.97 લાખ લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે. આસામ અને પાડોશી રાજ્યો- મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને કોપિલી નદીમાં પાણી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.