સુરતમાં નવી સિવિલ હોસ્પિટલને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. જેમાં બાયોમેડિકલ વેસ્ટના સેન્ટ્રલ સ્ટોરેજ વિભાગમાં તસ્કરો ત્રાટક્યા છે. તેમાં પંખા, નળ અને કાપ એલ્યુમિનિયમની બારી સહિતના સામાનની ચોરી થઇ છે. તથા ખટોદરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ કરવામાં આવી છે.