બનાસકાંઠાના પાલનપુરની નગરપાલિકા હંમેશા રોડરસ્તાના કામોને લઈને વિવાદમાં આવતી રહે છે. હવે પાલિકાએ શહેરના સુખબાગ રોડ વિસ્તારમાં નવો રોડ બનાવવા રસ્તો ખોદી નાખી અચાનક રોડનું કામ બંધ કરી દેતા સ્થાનિકો રોષે ભરાયા છે અને તાત્કાલિક રોડ બનાવવાની માગ કરી છે.