ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે... કોંગ્રેસની આ ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ છે, જેમાં કોંગ્રેસ તરફથી 6 અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે... કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ કિસાન અને કૃષિ મામલા સમિતિના સભ્ય છે... શક્તિસિંહ ગોહિલે કૃષિ ક્ષેત્રે ચર્ચા કરી અને કૃષિ ક્ષેત્રે દેશના અન્ય રાજ્યોમાં છત્તીસગઢ મોડલ લાગુ કરવાની વાત કરી છે..