દ્વારકા જિલ્લાના ડોકટરે વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કર્યું છે. જેમાં ડો. સોમત ચેતરિયાએ માત્ર 22 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ કે જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે તે સર કર્યું છે. ડો. સોમત ચેતરિયા પહેલા ભારતીય છે, જેમણે ઘરે બેઠા હાયપોક્સિકની તાલીમ લીધી અને ઘરે જ પોતાની જાતને અનુકૂળ બનાવી અને માત્ર 22 દિવસમાં એવરેસ્ટ સર કર્યું છે.