ગુજરાત: કેબિનેટ મંત્રીનાં વિસ્તારમાં પાણી માટે પ્રજાનાં વલખાં

2022-05-13 418

લીંબડીનાં નાની કઠેચી ગામે જીવના જોખમે કુવા પાસે પાણી ભરવા લોકોની પડાપડી વીડિયોમાં કેદ થઇ છે. જેમાં ટેન્કરમાંથી પાણી ભરવા મહિલાઓ અને લોકોના ટોળા જોવા મળ્યાં છે. તેમાં ધક્કા મુક્કીમાં કોઇ કુવામાં પડે અને આકસ્મિક બનાવ બને તો કોણ જવાબદાર તે મોટો પ્રશ્ન વીડિયો જોનારાના મનમાં થઇ રહ્યો છે. જેમાં કેબિનેટમંત્રીનાં વિસ્તારમાં પાણી માટે પ્રજાનાં વલખાં જોવા મળ્યા છે. તેમાં આવા જીલ્લામાં હજુ અનેક ગામો પાણી માટે હેરાન પરેશાન છે. જેમાં ટેન્કર દ્વારા પાણી અપાઇ રહ્યું છે.

Videos similaires