Gujarat માં તાપમાનનો પારો ઊંચકાયો, ત્રણ શહેરોમાં ઓરેન્જ એલર્ટ

2022-05-11 1,352

રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો આંકડો ઊંચો જઈ રહ્યો છે. સૂક્કા પવનો અને કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદના રસ્તા સૂમસામ બન્યા છે... અમદાવાદમાં તાપમાન 43.9 ડિગ્રી નોંધાયું છે જે આગામી દિવસોમાં હજુ વધે તેવી શક્યતા છે... રાજ્યની રાજધાની ગ્રીન સિટી ગાંધીનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચી ગયો છો તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન 44.7 ડિગ્રી નોંધાયું છે. આગમી દિવસોમાં રાજ્યનું તાપમાન વધુ ઊંચું જશે, રાજ્યના 3 શહેરોમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે... ત્યારે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી આકરો તાપ સહન કરવો પડશે.