'અસાની' નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. ચક્રવાત હવે વિશાખાપટ્ટનમથી 940 કિમી અને ઓડિશાના પુરીથી 1000 કિમીના અંતરે છે. ચક્રવાત 10 મેના રોજ પશ્ચિમ બંગાળમાં પહોંચી શકે છે તે જોતા રાજ્ય હાઈ એલર્ટ પર છે.