દાહોદના વાતાવરણમાં પલટો, ધીમી ધારે વરસાદથી ઠંડક પ્રસરી

2022-05-07 621

એક તરફ ગુજરાતમાં ઉનાળો તેના ચરમ પર છે, તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે દાહોદમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધીમી ધારે શરૂ થયેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે.