સુરત ટ્રાફિક પોલીસ ફરી ઉઘરાણી માટે વિવાદમાં સપડાઈ છે. સુરતમાં ક્રેન ચાલક અને કોન્ટ્રાકટરનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં ACP, DCPને રોજ 1 હજાર રૂપિયા આપવાનો ક્રેન ચાલકે ઉલ્લેખ કર્યો છે. સાથે જ રોજનું 1 હજારનું ડીઝલ ભરી આપવાનો પણ ઓડિયોમાં ઉલ્લેખ કર્યો છે. ટ્રાફિક પોલીસ અને ક્રેનચાલક મળીને તોડ કરતા હોવાની વાત ખુલી છે ત્યારે ક્રેનચાલકો મજુરના પગાર કાપી લેતા હોવાનો પણ ઉલ્લેખ ઓડિયોમાં કરાયો છે.