આજે છે વૈશાખ સુદ ચોથ અને બુધવાર. સંસારના સંચાલક એવા શ્રી હરિનો પૂર્ણ પુરષોત્તમ અવતાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારે માધવ મુરારીની પવિત્ર આરતી અને ભજનમાં લીન થવાની સાથે દર્શન કરીશુ ગુજરાતના જાણીતા એવા ભાલકા તીર્થના. અને ખાસ વાતમાં શ્રીમદ ભાગવતનાં એક એવા ચમત્કારિક શ્લોકનો મહિમા જાણીશુ કે જેનાંથી આધિ , વ્યાધિ અને ઉપાધિ થશે દૂર....તો આવો પરમ કૃપાળુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવા આ યાત્રાનો આરંભ કરીએ
ભગવાન શ્રી કૃષ્ણ તો બધા ને ગમે છે, અને તેમણે તેમના જીવન માં અઢળક લીલાઓ પણ કરી છે.. પૃથ્વી પર ઘણા દેવોએ માનવ સ્વરૂપે જન્મ લીધો છે. તેમાંથી એક વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણએ પણ જન્મ લીધો હતો. શ્રી કૃષ્ણના બાળપણની તોફાની શૈલી અને મનોરંજન દરેકને આકર્ષિત કરે છે...અને એવા જ ભોળા પરંતુ ચતુર એવા શ્રી કૃષ્ણની આરતીનાં કરીએ દર્શન.