એક તરફ ઈદ અને પરશુરામ જયંતિને લઈને અમદાવાદ શહેરની પોલીસ એલર્ટ પર છે, ત્યાં ગઈકાલે કેટલાક શખ્સો દ્વારા જીવરાજ પાર્કના પરશુરામ ચોક ઉપર યોજાનારા કાર્યક્રમ પહેલા તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે 4 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.